HALOLPANCHMAHAL

હાલોલમાં સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ.) ના યૌમે વિસાલ નિમિત્તે માસૂમ બાળકોનું ભવ્ય જુલુસ નીકળ્યું

 

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૬.૨૦૨૬

 

સમગ્ર વિશ્વમાં અમીરુલ મોમીનીન, ખલીફતુલ મુસ્લિમીન સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ.) ની યાદમાં યૌમે વિસાલની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરાના ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન હેઠળ આજે રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ હાલોલ નગરમાં પણ શ્રદ્ધાપૂર્વક યૌમે વિસાલની ઉજવણી કરવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે હાલોલના તમામ મદ્રસાઓના નાના-નાના માસૂમ બાળકો ૧૦૧ કોલોની ખાતે એકત્રિત થયા હતા, જ્યાંથી એક ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી.આ ઝુલુસ હજરત બાદશાહ બાબાની દરગાહ થઈને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, લીમડી ફળિયા (અમીરે મિલ્લત ચોક) થઈ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે સંપન્ન થયું હતું.અને જુલુસના સમાપન બાદ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સલાતો-સલામ પઢ્યા બાદ દેશમાં અમન-શાંતિ માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી.અને કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ લોકો માટે નિયાઝ (પ્રસાદ)નું વિતરણ કરાયું હતું.આ ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં મદ્રસાના નાના બાળકો,ઉલેમાઓ અને સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!