
ડાંગમાં પ્રગતિપથ યાત્રા: વિકાસના 12 વર્ષની ગાથા જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાંગ જિલ્લામાં આયોજિત ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને જનસુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
યાત્રા દરમિયાન વઘઈ બોટનિકલ ગાર્ડન, ગીરા ધોધ, અંબિકા હળદર ફાર્મ, ચીખલદા લિફ્ટ ઈરિગેશન યોજના, પ્રયોશા પ્રતિષ્ઠાન, સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શબરીધામ તેમજ લવચાલી સ્થિત ‘વન કવચ’ સહિતના મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. મહાનુભાવોએ કૃષિ, શિક્ષણ, પર્યટન, રમતગમત, સિંચાઈ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસકાર્યો અંગે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા દ્વારા છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના સરકારના સંકલ્પને ઉજાગર કરવામાં આવ્યો હતો.





