
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શણગાલ રોડથી વાવકંપા તરફ જતા નવીન માર્ગ પર સાઈડો પર લગાવવામાં આવતા સિમેન્ટના પથ્થરોને લઈ ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા

મેઘરજ તાલુકામાં માર્ગ અને મકાનનું કામ સામે આવે એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ની બૂમો ઊભી થતી હોય છે અને જવાબદાર મૂંગું તંત્ર તપાસના નામે ઊણું ઊતરતું હોય છે. ફરી એક વાર માર્ગ અને મકાન વિભાગ હસ્તક ચાલતા કામમાં ભ્રષ્ટાચાર ની બૂમો ઊઠી છે કોન્ટ્રાક્ટરોની ને ભરોસે અધિકારીઓ કામ કાજ છોડી દેતા હોય છે પરંતુ તપાસ કોણ કરશે કામની…?
શણગાલ રસ્તા પર વાવકંપા આજુબાજુ જતા માર્ગનું કામકાજ પૂર્ણ થતા હવે રસ્તાની સાઇડોમાં લગાવવામાં આવતા સિમેન્ટના ટુકડાઓને લઈ અનેક સવાલો ઊઠ્યા છે ગત સાંજના સમયે જે કામકાજ શરૂ હતું ત્યાં જાગૃત નાગરિકો એ સિમેન્ટના પોલ ને લઇ ગેરરીતિ થતી હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે માત્ર છ ઇંચ જમીનમાં નાખવામાં આવે છે અને માટી નાખી દેવામાં આવે છે ત્યારે હવે કોન્ટ્રાક્ટરો ખુલ્લે આમ ગેરરીતિ કરતા હોય તેવું લાગી રહ્યું છે ગેરરીતિ ને લઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પણ ટેલિફોનીક જાણ કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે. વધુમાં જાગૃત નાગરિકે વધુમાં જણાવ્યું હતું કે જો તમારાથી કોઈ સરખું કામ ના થતું હોય અને આગળ જાણ કરીએ ત્યારે હવે રોડ રસ્તાને લઈ ભ્રષ્ટાચારની બુમો ઉભી થઈ છે પરંતુ સવાલ એ છે કે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. હવે શું ખબર તંત્ર તપાસ કરશે કે પછી કોન્ટ્રાક્ટરોને ચાલાકી શીખવશે




