JUNAGADHKESHOD

કેશોદના ગોપેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાટોત્સવ ઉજવવામાં આવ્યો શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ બટુક ભોજન સત્સંગ સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યાં…

કેશોદના ગોપેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાટોત્સવ ઉજવવામાં આવ્યો શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ બટુક ભોજન સત્સંગ સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યાં...

કેશોદ શહેરના વેરાવળ રોડ પર કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા ને ચાર વર્ષ પુર્ણ થતાં ચતુર્થ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રી ભાગવતાચાર્ય ઉતમભાઈ સારસ્વત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ ભાવેશભાઈ ચાદેગરા, આદીભાઈ છૈલ્લા,યુગભાઈ પંડયા ના યજમાન પદે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો. વાસ્તુશાસ્ત્ર અને શિવપુરાણ મુજબ ત્રણ શિખર બે ધુમ્મટ સાથે નું વિશાળ મંદિર બનાવવામાં આવેલ છે. શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિર ટુકા સમયગાળા માં આસપાસના ભાવિકો ભકતો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. કેશોદના શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાટોત્સવ નિમિત્તે બટુક ભોજન પણ રાખવામાં આવ્યું હતું. રાત્રીના શ્રી ગોપેશ્ર્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ રાખવામાં આવેલ હતો. વહેલી સવારથી મોડી રાત સુધી યોજાયેલા વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેશોદ શહેર તાલુકામાં પ્રથમ શિવાલય શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિરમાં ફરતી કમાન કલાત્મક સ્તંભ સાથે પ્રદિક્ષણા સાથે પંચમુખી હનુમાનજી અને પંચમુખી ગણપતિ સાથે વિશાળ નંદી મહારાજ બીરાજમાન છે સાથે રાધે કૃષ્ણ, રામદરબાર , ભૈરવદાદા અને સિદુરીયા હનુમાનજી ની પુરા કદની મૂર્તિઓ સ્થાપિત કરી દર વર્ષે રામ જન્મોત્સવ,કૃષ્ણ જન્મોત્સવ,હનુમાન જયંતિ, ગણેશોત્સવ, નવરાત્રી મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. કેશોદ ખાતે આવેલા શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિર અલૌકિક ઉર્જા ધરાવતું શિવાલય હોય શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રી કૃષ્ણનગર સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિર વ્યવસ્થા સમિતિ, શ્રી ગોપેશ્ર્વર મહિલા સત્સંગ મંડળ અને કૃષ્ણનગર યુવક મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!