જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગનું આયોજન, સ્વદેશીથી સ્વાવલંબન અને રાષ્ટ્રઉન્નતિનો સંદેશ સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનનો દ્વિદિવસીય પ્રાંત અભ્યાસ વર્ગ, સૌરાષ્ટ્રભરના કાર્યકરો એક મંચ પર
જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગનું આયોજન, સ્વદેશીથી સ્વાવલંબન અને રાષ્ટ્રઉન્નતિનો સંદેશ સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનનો દ્વિદિવસીય પ્રાંત અભ્યાસ વર્ગ, સૌરાષ્ટ્રભરના કાર્યકરો એક મંચ પર

સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તા. 13 અને 14 જૂન, 2026ના રોજ જૂનાગઢ ખાતે દ્વિદિવસીય સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગનું આયોજન અમૃત ઇન્સ્ટિટ્યૂટ, ખડિયા જૂનાગઢ ખાતે કરવામાં આવેલ આ અભ્યાસ વર્ગનો મુખ્ય ઉદ્દેશ ભારતને આર્થિક રીતે વધુ સશક્ત, આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે કાર્યકરોમાં વિચાર મંથન માર્ગદર્શન અને સંગઠનાત્મક સશક્તિકરણ લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન સ્વદેશીની વિકાસ યાત્રા, સ્વાવલંબી ભારત અભિયાન, જિલ્લા સ્વાવલંબન કેન્દ્ર, યુવા અને મહિલા કાર્ય, પંચ પરિવર્તન તથા કાર્યકર્તાઓની જવાબદારીઓ સહિતના વિવિધ વિષયો પર વિશેષ સત્રો યોજાયા હતાં.અભ્યાસ વર્ગમાં પશ્ચિમ ક્ષેત્ર સંયોજક કેશવ દુબલેશજી, પશ્ચિમ ક્ષેત્ર સહસંયોજક ઈશ્વર સજ્જનજી, માન. કાશ્મીરીલાલજી, જીતેન્દ્ર ગુપ્તાજી, દીપક દેવરિયાજી, શશિભૂષણજી, અમિતભાઈ હીરપરા સહિતના વક્તાઓ માર્ગદર્શન આપેલ.
દ્વિદિવસીય કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ અધિકૃત કાર્યકર્તાઓ અને કાર્યકર્ત્રી બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યાં હતાં. આયોજકો દ્વારા જણાવાયું છે કે, “સ્વદેશીથી સ્વાવલંબન અને સ્વાવલંબનથી રાષ્ટ્રઉન્નતિ”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે આ અભ્યાસ વર્ગ એક નવી દિશા પ્રદાન કરશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





