ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – પરિવર્તન સહયોગ ગ્રુપ દ્વારા ઘોરવાડા ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – પરિવર્તન સહયોગ ગ્રુપ દ્વારા ઘોરવાડા ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

“ઉમ્મીદ – એક નવી સોચ, નવા વિચાર”ના સૂત્ર સાથે પરિવર્તન સહયોગ ગ્રુપ ઘોરવાડા, ધરોલા અને જોધપુર દ્વારા ઘોરવાડા પ્રાથમિક શાળા નં. 1 ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા શિક્ષણ અધિકારી વિનોદભાઈ અસારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમારંભના અધ્યક્ષસ્થાને ડૉ. નારાયણભાઈ ધનજીભાઈ માલવિયા (ડેપ્યુટી ડાયરેક્ટર, ICDP, હિંમતનગર) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા બેગ, નોટબુક, પેન, પેન્સિલ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી સતત અભ્યાસ કરીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં ગામના આગેવાનો, કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, સરપંચ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ પ્રિન્સ ઇલેવન ક્રિકેટ ટીમના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.પરિવર્તન સહયોગ ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો આ એક નાનો પ્રયાસ છે અને ભવિષ્યમાં પણ આવા લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, દાતાઓ અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!