
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજીના પાલ્લા ગામે મકાનમાં ભીષણ આગ, દાગીના સહિત ઘરવખરી બળીને ખાખ – લાખો રૂપિયાનું નુકસાન

અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના પાલ્લા ગામમાં એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ઘરનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વાળો ઘરમાલિકને આવ્યો હતો

મળતી માહિતી મુજબ, પરિવારના ઘરે એક મહિના પહેલાં લગ્ન પ્રસંગ યોજાયો હોવાથી ઘરમાં રાખવામાં આવેલા દાગીના તેમજ રોકડ રકમ પણ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાના પગલે ગરીબ પરિવાર પર આર્થિક આફત આવી પડી છે.પ્રાથમિક અનુમાન મુજબ મકાનમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી ઘટનાની જાણ થતાં ગામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત પરિવારને સરકાર તરફથી તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે





