MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાનગી વીજ કંપનીઓની ટ્રાન્સમિશન લાઈન સામે ખેડૂતોનો આક્રોશ, યોગ્ય વળતર આપવા કલેક્ટરને આવેદનપત્ર

 

MORBI:મોરબી ખાનગી વીજ કંપનીઓની ટ્રાન્સમિશન લાઈન સામે ખેડૂતોનો આક્રોશ, યોગ્ય વળતર આપવા કલેક્ટરને આવેદનપત્ર

 

મોરબી જિલ્લાના જેતપર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોની જમીનમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીઓની ટ્રાન્સમિશન લાઈનનો મુદ્દો હવે ગરમાયો છે. આ લાઈનોને કારણે અસરગ્રસ્ત બનેલા ખેડૂતોને યોગ્ય અને સંતોષકારક વળતર આપવાની માંગ સાથે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

ખેડૂતોના આ પ્રશ્નને વાચા આપવા માટે લોકરક્ષક સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અજયકુમાર ઝાલરિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને એક વિગતવાર આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્ર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી ખેડૂતોની વેદના અને માંગણીઓ પહોંચાડવામાં આવી છે. જે ખેડૂતોના ખેતરોમાંથી આ હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનો પસાર થાય છે, તેમને સરકારી ધારાધોરણ મુજબ તાત્કાલિક યોગ્ય અને સંતોષકારક વળતરનું ખાસ પેકેજ જાહેર કરવામાં આવે. વીજ લાઈનો અને મોટા ટાવરો ઊભા કરવાને કારણે ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીનને મોટું નુકસાન થાય છે અને પાક ઉત્પાદન પર અસર પડે છે, જેથી લાંબાગાળાનું આર્થિક વળતર મળવું જરૂરી છે.

લોકરક્ષક સેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જગતના તાત સમાન ખેડૂતોના હિત માટેની આ ન્યાયિક લડત છે. આ લડતને મજબૂત બનાવવા માટે સૌરાષ્ટ્ર અને મોરબીના તમામ અસરગ્રસ્ત ખેડૂતો અને સંગઠનોને સાથે આવી આ આંદોલનને વધુ વેગ આપવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની આ ન્યાયિક માંગણી પર સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કેવા પ્રકારના સકારાત્મક પગલાં ભરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!