BHARUCHNETRANG

નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ ખાતે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો જ્યારે નજીક મોપેડમાંથી દારૂની ૨૨ બોટલ મળી…

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ ખાતે રૂપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને પોલીસે રૂપિયા ૩૫૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા,જ્યારે અન્ય ચાર જુગારીયા પોલીસને જોઇને નાશી ગયા હતા.

 

કાંટીપાડા ઝરણા ફોરેસ્ટ કંપની ખાતે ગામની સીમમાં આવેલ ખાડી કોતરમાં ચેક ડેમ પાસે બેસીને કેટલાક ઇસમો રૂપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે,એવી મળેલ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે જઇને રેઇડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા ઇસમો પૈકી ત્રણ ઇસમો રોકડા રૂપિયા,જુગાર રમવાના પત્તાપાના તેમજ એક મોપેડ એક્ટિવા ગાડી મળી કુલ રૂપિયા ૩૫૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા,જ્યારે અન્ય ચાર ઇસમો પોલીસને જોઇને નાશી ગયા હતા.

 

નેત્રંગ પોલીસે પકડાયેલ તેમજ નાશી ગયેલ જુગારીયા મળી પરવેશ પરસોત્તમ વસાવા,શાંતિલાલ રાયમલ વસાવા, મનસુખ અમરસીંગ વસાવા, દિનેશ ઉર્ફે ધીરૂ મગન વસાવા, તુલસી ગોવિંદ વસાવા,જયંતી વસાવા તથા નરેશ વસાવા તમામ રહે.ઝરણા ફોરેસ્ટ કાંટીપાડા તા.નેત્રંગના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

જ્યારે પોલીસે કાંટીપાડા ફોરેસ્ટ કંપની ગામની સીમમાં જે સ્થળ ઉપરથી જુગાર ઝડપ્યો હતો તે સ્થળ નજીક એક એક્ટિવા મોપેડ મળી આવ્યું હતું,જેમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૨૨ મળી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન આ ગાડી દિનેશ ઉર્ફે ધીરૂ મગન વસાવા રહે.ઝરણા ફોરસ્ટ તા.નેત્રંગનાની હોવાની જાણ થતા પોલીસે દારૂની ૨૨ બોટલો કિંમત રૂપિયા ૭૧૫૦ નો દારૂ મળેલ હોવાના ગુના બાબતે સદર ઇસમ દિનેશ વસાવા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!