DAHODJHALOD

ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના કારઠ ગામે ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં માનનીય ધારાસભ્ય દ્વારા પોર્ટેબલ એક્સ-રે કામગીરીની મુલાકાત

તા.૧૫.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limdi:ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના કારઠ ગામે ખાતેયોજાયેલી જનકલ્યાણ શિબિરમાં માનનીય ધારાસભ્ય દ્વારા પોર્ટેબલ એક્સ-રે કામગીરીની મુલાકાત

ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના કારઠ ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.જનકલ્યાણ શિબિર દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ લોકોને પહોંચાડવામાં આવ્યો હતો. માનનીય ધારાસભ્યશ્રીએ આરોગ્ય વિભાગની પોર્ટેબલ એક્સ-રે કામગીરીની મુલાકાત લઈ તેની વિગતો મેળવી હતી અને છેવાડાના લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 117 દર્દીઓની OPD સેવા આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ સેવાઓ અંતર્ગત નીચે મુજબ કામગીરી કરવામાં આવી હતી:PM-JAY (આયુષ્યમાન ભારત) કાર્ડ વિતરણ: 48 વય વંદના કાર્ડ બનાવાયા: 21 નમોશ્રી યોજના ફોર્મ ભરાયા: 9 ટીબી માટે પોર્ટેબલ એક્સ-રે તપાસ: 106 ડાયાબિટીસ તપાસ: 43 બ્લડ પ્રેશર તપાસ: 39 કાર્યક્રમ દરમિયાન નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માતૃ વંદના યોજના, વય વંદના યોજના, નમોશ્રી યોજના સહિતની વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ટીબી, રક્તપિત્ત, મલેરિયા, ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા રોગોના લક્ષણો, નિવારણ, સમયસર નિદાન અને સારવાર અંગે આરોગ્ય જાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી, અન્ય વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જનકલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી વિવિધ આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સફળ આયોજન આરોગ્ય વિભાગ તથા અન્ય સંકળાયેલા વિભાગોના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!