ARAVALLIMEGHRAJMODASA

ઇસરી પોલીસના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી હિંમતનગરથી ઝડપાયો, એલસીબીએ કરી કાર્યવાહી- બાઈકોની લાઇન ચલાવનાર આખરે ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલીસના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી હિંમતનગરથી ઝડપાયો, એલસીબીએ કરી કાર્યવાહી- બાઈકોની લાઇન ચલાવનાર આખરે ઝડપાયો 

અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજા તથા ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલા ડ્રાઈવ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અરવલ્લીને મહત્વની સફળતા મળી છે

એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એમ.એચ. ઝાલાના નેતૃત્વમાં પી.પી. સોલંકી, વી.ડી. વાઘેલા, વી.જે. તોમર સહિતની ટીમ દ્વારા ખાનગી બાતમીદારોને સક્રિય કરી ફરાર આરોપીઓ પર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાકામે ફરાર આરોપી નેત્રપાલસિંહ ઉર્ફે મોહિત લોહરેસિંગ ચૌધરી પોતાના હિંમતનગર સ્થિત નિવાસસ્થાને હોવાની માહિતી મળી હતી.

બાતમીના આધારે એલસીબીની ટીમે હિંમતનગર ખાતે દરોડો પાડી આરોપી નેત્રપાલસિંહ ઉર્ફે મોહિત લોહરેસિંગ ચૌધરી (રહે. કૃષ્ણનગર સોસાયટી, પાનપુર પાટીયા, હિંમતનગર, જિલ્લા સાબરકાંઠા)ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ઇસરી પોલીસ સ્ટેશનના ગુનો નં. 11180052600054/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), (ઇ) અને 81 મુજબના ગુનાની કબૂલાત કરી હતી.આરોપીને તા. 14 જૂન, 2026ના રોજ બી.એન.એસ.એસ. કલમ 35(1)(આઈ) હેઠળ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ઇસરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો 

Back to top button
error: Content is protected !!