MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રાજપર ખરી વિસ્તારમાં લોક-કલ્યાણકારી યોજનાઓનો કેમ્પ યોજાયો

 

MORBI:મોરબીના ત્રાજપર ખરી વિસ્તારમાં લોક-કલ્યાણકારી યોજનાઓનો કેમ્પ યોજાયો

જરૂરિયાતમંદોને ઘરઆંગણે જ સરકારી સહાયનો લાભ મળ્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપર ખરી ખાતે ગત તા. ૧૫/૬ ના રોજ વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર પૂનમબેન જીતેનભાઈ અગેચાણીયા દ્વારા એક વિશેષ લોક-કલ્યાણકારી સરકારી યોજનાઓ માટેના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ, નિરાધાર વૃદ્ધો અને વિધવા બહેનોને ઘર આંગણે જ સરકારી સહાયનો લાભ મળી રહે તે માટેનો હતો.

 

આ કેમ્પમાં વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, વહાલી દીકરી યોજના તેમજ વિકલાંગ યોજના જેવી મહત્વની યોજનાઓ અંગે માર્ગદર્શન અને ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ તકે કાર્યક્રમમાં:શ્રી મયુરભાઈ સોલંકી (જિલ્લા કોર્ડિનેટર) ,ડૉ. ભૂમિબેન જીતેન્દ્રકુમાર માકડિયા (કોમ્યુનિટી હેલ્થ ઓફિસર) ,શ્રી અમિતભાઈ પઢારીયા (જેન્ડર સ્પેસ્યાલિસ્ટ),અશ્વિનીબેન પાટડિયા (વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર) ,શ્રી વિવેકભાઈ ગોલતર,છાયાબેન દલસાણીયા (એડવોકેટ) ,શ્રી દિલીપભાઈ અગેચાણીયા (પ્રમુખ, મોરબી જિલ્લા વકીલ મંડળ) સહિતના આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિસ્તારના અગ્રણીઓ, આદરણીય નાગરિકો અને મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

કેમ્પમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ઘણીવાર સચોટ માહિતીના અભાવે લાયક લોકો સરકારી લાભોથી વંચિત રહી જતા હોય છે, ત્યારે આવા કેમ્પના માધ્યમથી છેવાડાના માનવી સુધી સહાય પહોંચાડવાનો આ પ્રયાસ ખૂબ જ ઉત્તમ છે. સાથે જ તેઓએ જીવનમાં શિક્ષણનું મહત્વ અને વ્યસન મુક્તિ અંગે પણ લોકોને જાગૃત કર્યા હતા.આ કેમ્પમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ નોંધપાત્ર જોવા મળી હતી. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોમાંથી અનેક મહિલાઓ અને વૃદ્ધોના જરૂરી સરકારી ફોર્મ સ્થળ પર જ ભરીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેથી તેમને વહેલી તકે પેન્શન અને અન્ય સહાય મળવાની શરૂઆત થઈ શકે.આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં, ઘરઆંગણે જ વહીવટી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થતા લાભ લેનાર તમામ ભાઈ-બહેનોએ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!