JUNAGADHJUNAGADH CITY / TALUKO

ખૂન, બળાત્કાર અને NDPS સહિત ૨૧ ગુના ધરાવતા કુખ્યાત ફરાર આરોપીને ધોરાજીથી પકડી પાડતી ઝબ્બે જુનાગઢ રેન્જ પોલીસ

આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસને થાપ આપતો રીઢો ગુનેગાર બાબર ઉર્ફે સલીમ કુરેશી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી ઝડપાયો

આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસને થાપ આપતો રીઢો ગુનેગાર બાબર ઉર્ફે સલીમ કુરેશી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી ઝડપાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા-ફરતા રીઢા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરી કડક સૂચનાઓ આપવામાં આવેલ હોય.
જે અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.જી. ચુડાસમા, પો.સ.ઇ. બી.ડી. મારદિયા તથા જુનાગઢ રેન્જ પોલીસ સ્ટાફ સતત કાર્યરત અને પેટ્રોલીંગમાં હતો.
આ દરમિયાન પોલીસની ટીમો ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમોનો ઉપયોગ કરી ચોક્કસ કડીઓ મેળવવા પ્રયત્નશીલ હતી.
ત્યારે પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. ગીરૂભા પ્રદ્યુમનસિંહ, પો.હેડ કોન્સ. હરદેવસિંહ અમરસિંહ, મહેન્દ્રભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ. પ્રવિણસિંહ પીઠાભાઇ અને અરવિંદભાઇ રસિકભાઇ નાઓને સંયુક્ત રીતે એક અત્યંત ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત મળી હતી.
બાતમી મુજબ, જુનાગઢ જીલ્લાના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયાર ધારાની કલમ ૨૫(૧બી)(એ), ૨૯ મુજબના ગંભીર હથિયારના ગુનામાં લાંબા સમયથી ફરાર અને પોલીસને હાથતાળી આપી રહેલો માથાભારે આરોપી પોતાના વતનમાં છુપાયેલો છે.
આરોપી ધોરાજીના સંધારીયા બજારમાં ચિશ્તીયા મસ્જિદની બાજુમાં આવેલા પોતાના રહેણાક મકાને જ હાજર હોવાની પાકી માહિતી મળતા પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.
મળેલી બાતમીના આધારે રેન્જ પોલીસની ટીમે ધોરાજી સ્થિત મકાન પર ઓચિંતો દરોડો પાડી, ઘેરો ઘાલીને ત્યાં હાજર આરોપી બાબર ઉર્ફે સલીમ હાજી ઇસ્માઇલ કુરેશી (મતિવા) (ઉં.વ.૪૨) ને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ આરોપી ક્રિમિનલ માઇન્ડ ધરાવતો રીઢો ગુનેગાર છે, જેની સામે ભૂતકાળમાં ખૂન, બળાત્કાર તેમજ NDPS જેવા અત્યંત જઘન્ય પ્રકારના કુલ ૨૧ ગંભીર ગુનાઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે.

Back to top button
error: Content is protected !!