BANASKANTHAPALANPUR

સેવા, સુશાસન અને જનકલ્યાણનો સંગમ ચંડીસર જિલ્લા પંચાયત ખાતે પાલનપુર વિધાનસભા વિસ્તારની જનકલ્યાણ શિબિર યોજાઈ

16 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના એક જ સ્થળે વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોમાં ઉત્સાહ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી સરળતાથી પહોંચે તેમજ નાગરિકોને સરકારી સેવાઓનો લાભ તેમના વિસ્તાર નજીક જ ઉપલબ્ધ બને તે હેતુસર રાજ્યભરમાં તા. ૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ થીમ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ચંડીસર જિલ્લા પંચાયત ખાતે પાલનપુર વિધાનસભા વિસ્તારની જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી તેમજ સ્થળ પર જ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો.
શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પીએમ સ્વનિધિ યોજના, વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ, પેન્શન સહાય યોજનાઓ સહિત અન્ય અનેક કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે વિવિધ વિભાગો દ્વારા જરૂરી અરજીઓ, દસ્તાવેજી પ્રક્રિયાઓ અને સેવાઓ અંગે સ્થળ પર જ માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી.આ ઉપરાંત આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય નાગરિક સેવાઓ સંબંધિત કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું અને સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સરકારની જનકેન્દ્રિત પહેલને લોકોએ આવકારી હતી અને આવી શિબિરો દ્વારા સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનતી હોવાનો પ્રતિસાદ વ્યક્ત કર્યો હતો.જનકલ્યાણ શિબિર દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચેનો સીધો સંપર્ક વધુ મજબૂત બન્યો છે. આવી શિબિરો દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ અને કલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ વેગ મળી રહ્યો છે.આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!