રાજુલામાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન

રાજુલામાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન
રાજુલા સ્થિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ટ્રસ્ટ હોસ્પિટલ અને સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નિદાન કેમ્પ યોજાશે
18 જૂને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને માર્ગદર્શન અપાશે

રાજુલા, તા. 16:
રાજુલા સ્થિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ટ્રસ્ટ હોસ્પિટલ અને સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે તા. 18 જૂન 2026ના રોજ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોમાં આરોગ્ય જાગૃતિ લાવવા તેમજ નિષ્ણાત તબીબોની સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાનો છે.
કેમ્પ સવારે 8:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી હોસ્પિટલ પરિસરમાં યોજાશે. કેમ્પ દરમિયાન આંખ, કેન્સર, મગજ અને સ્નાયુ સંબંધિત રોગો તેમજ જનરલ ફિઝિશિયન દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. દર્દીઓને જરૂરી તબીબી માર્ગદર્શન અને સારવાર અંગેની સલાહ પણ આપવામાં આવશે.
આરોગ્ય કેમ્પમાં પ્રખ્યાત તબીબો ડો. મુગાંક પટેલ (આંખના નિષ્ણાત), ડો. રવિન્દ્રસિંહ જાડેજા (કેન્સર સર્જન), ડો. અશોક વાળિયા (ન્યુરો સર્જન) અને ડો વિપુલ જોલીયા
(એમ.ડી. ફિઝિશિયન) પોતાની સેવાઓ આપશે.
આ ઉપરાંત હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોતિયાના ઓપરેશન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક (સાવરકુંડલા હોસ્પિટલે)કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
આયોજકોએ રાજુલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે. હોસ્પિટલના લીલાપીરીની ધાર સ્થિત કેમ્પસ ખાતે યોજાનારા આ આરોગ્ય કેમ્પથી અનેક લોકોને નિષ્ણાત સારવાર અને માર્ગદર્શનનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.સ્થળ: મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ટ્રસ્ટ હોસ્પિટલ, લીલાપીરીની ધાર, રાજુલા, જી. અમરેલી
તારીખ: 18 જૂન 2026 (ગુરુવાર)
સમય: સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ચાલુ રહેશે
યોગેશ કાનાબાર રાજુલા





