JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે પાક ખરીદી માટે ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશ: ગ્રામ પંચાયત અથવા પોર્ટલ પર તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ

જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે પાક ખરીદી માટે ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશ: ગ્રામ પંચાયત અથવા પોર્ટલ પર તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ

ખેડુત હિતને ધ્યાને રાખી ભારત સરકારશ્રી દ્વારા એગ્રી સ્ટેક હેઠળ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવેલ છે કે, રવી/ખરીફ સિઝનમાં ટેકાના ભાવે ખરીદી હેઠળના તમામ પાકોમાં નોંધણી માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરેલ છે.નોંધણી વિના ખરીદી નહીં: ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ ન હોય તેવા કોઈપણ ખેડૂતની ટેકાના ભાવે જણસ ખરીદીની નોંધણી કરવામાં આવશે નહીં.ખેડૂત નોંધણી બાકી રહેલ હોય તેવા તમામ ખેડૂતોને નોંધણી કરવા માટે અપીલ કરવામાં આવે છે. જેથી ટેકાના ભાવની ખરીદીથી વંચિત ન રહે. જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષ અંદાજીત ૨,૦૦,૦૦૦ ખેડૂતો કે જેમને ટેકાના ભાવની ખરીદીમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે. પરંતુ તે પૈકી ૧,૮૪,૦૦૦ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન પૂર્ણ કરેલ છે. પરંતુ અંદાજીત ૧૬,૦૦૦ ખેડૂતોની ખેડૂત નોંધણી કરાવેલ નથી તો આવા તમામ ખેડૂતોને જિલ્લામાં તાત્કાલિક તેમના વીસીઇ, તલાટી મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રી, ગ્રામ પંચાયત ખાતે સંપર્ક કરી ખેડૂત નોંધણી કરાવે તેવી વિનંતી છે. વધુમાં જે ખેડૂતોએ નોંધણી કરાવેલ હોય અને તેમની બીજી કોઈ જમીન ઉમેરવાની બાકી હોય તો તે પ્રક્રિયા પણ તેમના મોબાઈલ નંબર ના ઓટીપી આધારિત અપડેટ મેનુ માંથી પોતાની રીતે કરી શકશે આ બાબતે આપના ગામના ગ્રામસેવકશ્રીઓ તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવા વિનંતી. ખેડુત લાભાર્થીઓ ફાર્મર રજીસ્ટ્રી કરાવવા માટે જમીનની વિગતો, આધારકાર્ડ તેમજ આધાર લીંક મોબાઇલ નંબરથી ગામની ગ્રામ પંચાયત ખાતે વીસીઇ / CSC સેન્ટર ખાતે તેમજ ખેડુત જાતે https://gjfr.agristack.gov.in વેબસાઇટ પરથી વિના મુલ્યે નોંધણી કરી શકે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/તલાટી કમ મંત્રી/VCE/ વિસ્તરણ અધિકારી(ખેતી) તાલુકા પંચાયત કચેરી કે જીલ્લા પંચાયત ખેતીવાડી શાખાનો કે અન્ય ખેતીવાડી સંબંધિત કોઇપણ કચેરીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ .

Back to top button
error: Content is protected !!