MORBI મોરબી વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા હેઠળ જેલહવાલે







MORBI મોરબી વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા હેઠળ જેલહવાલે


મોરબી શહેરમાં અવારનવાર વ્યાજવટાવના ગુના આચરી પ્રજાને હેરાન કરતા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે પોલીસ તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અવારનવાર વ્યાજખોરીના ગુનામાં ઝડપાયેલા એક રીઢા વ્યાજખોર વિરૂદ્ધ પાસા (PASA) હેઠળ ગુનો નોંધી તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અને વ્યાજવટાવના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી લાલજીભાઇ ઉર્ફે ભરતભાઇ અણદાભાઇ રાઠોડ (ઉંમર વર્ષ ૩૪, રહે. થોરાળા, તા. મોરબી) ની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાઓ અન્વયે એક પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી.
મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા મોકલવામાં આવેલી આ પાસા પ્રપોઝલને મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરે ગંભીરતાથી લઈ તુરંત જ મંજૂરી આપી હતી અને પાસા વોરંટ ઈસ્યુ કર્યું હતું.
આદેશ મળતાની સાથે જ મોરબી પોલીસે પાસા વોરંટની બજવણી કરીને આરોપી લાલજી ઉર્ફે ભરત રાઠોડની અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી મોરબીના વ્યાજખોરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



