MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીની પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રભાઇ પટેલને વિદાય-સન્માન

 

MORBI:મોરબીની પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રભાઇ પટેલને વિદાય-સન્માન

મોરબી તાલુકાની પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રકુમાર જીવણલાલ પટેલની જિલ્લા ફેર બદલીથી મહેસાણા જિલ્લામાં બદલી થવાથી વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો.

જેમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેધી, ભાજપ આગેવાન જેરામબાપા, સામાજીક આગેવાન સંજયસિંહ, રામસંગજી, પ્રવિણભાઇ, પંચાયતના પૂર્વ સરપંચ છગનભાઇ, પ્રવિણસિંહ, તલાટી મંત્રી ઝાલા, શિક્ષણ જગત સાથે સંકળાયેલ સીઆરસી કો-ઓડીનેટર રાજુભાઇ ઘોડાસરા, અશ્ર્વિનભાઇ યાદવ, રવિભાઇ ધ્રાંગા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

શ્રેષ્ઠ શિક્ષક એવોડની ગરિમા સાચા અર્થમાં સાર્થક કરનાર શિક્ષક વિરેન્દ્રભાઇને ગ્રામજનો અને શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવી ભાવભરી તેમજ પ્રેમભરી વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાન અશ્ર્વિનભાઇ ભુવાએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!