MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન: રાજકોટની નિષ્ણાંત ટીમ આપશે સેવાઓ

 

MORBI:મોરબીમાં નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન: રાજકોટની નિષ્ણાંત ટીમ આપશે સેવાઓ

 

મોરબીના દર્દીઓ માટે આગામી ૨૦ જૂનના રોજ એક અગત્યના અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. રાજકોટની જાણીતી મારવાડી યુનિવર્સિટી, મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર અને શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે એક નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં રાજકોટની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે સચોટ માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે.

આ કેમ્પમાં નીચે મુજબની શારીરિક અને ન્યુરોલોજીકલ તકલીફો ધરાવતા દર્દીઓની તપાસ કરી સારવાર આપવામાં આવશે:

સાંધા અને મણકાની તકલીફો: સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર/ગરદન/ખભા તથા એડીનો દુ:ખાવો અને ટેનિસ એલ્બો.

બાળકોની જન્મજાત તકલીફો: સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ અને હાયપરએક્ટીવીટી.

મગજ અને ચેતાતંત્રના રોગો: હાથ-પગ તથા મોઢાનો લકવા (પેરાલીસીસ), પેરાપ્લેજીયા, કમ્પવા (પાર્કિંસન્સ), બેલેન્સ પ્રોબ્લમ અને જીબીએસ (GBS).

બોલવા તથા ગળવાની તકલીફો: તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન કે પક્ષઘાત (સ્ટ્રોક) પછી બોલવાની તકલીફ, અવાજમાં ફેરફાર તેમજ ખોરાક ગળવામાં થતી તકલીફ.

ઓપરેશન અને ઇજા પછીની સારવાર: ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા (Joint Replacement) પછીની કસરત, લીગમેંટની ઇજાઓ તેમજ તમાકુ/કેંસરના ઓપરેશન પછી જકડાઈ ગયેલા જડબાની સારવાર.

વિશેષ કસરતો: ડિલીવરી પહેલાં અને પછીની જરૂરી કસરતો તેમજ મોટી ઉંમરે થતી વિવિધ શારીરિક તકલીફો.

કેમ્પની વિગત અને સ્થળ:તારીખ: ૨૦/૦૬/૨૦૨૬, શનિવાર સમય: સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી

સ્થળ: બીજો માળ, સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરીની પાછળ, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી.

કેમ્પમાં અલગ-અલગ ક્ષેત્રના નામાંકિત નિષ્ણાંતો પોતાની સેવા આપશે: ૧. ડૉ. શાહરુખ ચૌહાણ (ઓર્થો અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ – હાડકાં, સ્નાયુ તથા મણકાના નિષ્ણાંત)

૨. ડૉ. કુલદીપ રામાવત (કાર્ડિયો-પલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ – હૃદય અને ફેફસાંની કસરતના નિષ્ણાંત)

૩. ડો. પુજા વોરા (પીડિયાટ્રીક ન્યુરો ફિઝિયોથેરાપીસ્ટ – બાળકોની તકલીફોના નિષ્ણાંત)

૪. ડૉ. પ્રીત મેહતા (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ – મગજ, કરોડરજ્જુ અને પેરાલિસિસના નિષ્ણાંત)

૫. ડૉ. કેશા અગ્રવાલ (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ – સંસ્કાર ફિઝીયોકેર, મોરબી)

આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ૯૦૯૯૯૮૦૧૫૧ અથવા ૮૧૬૦૨૮૨૪૫૬ પર સંપર્ક કરવો. કેમ્પમાં આવતી વખતે દર્દીએ પોતાના જૂના રિપોર્ટ્સ (એક્સ-રે, એમઆરઆઈ વગેરે) સાથે લાવવાના રહેશે.

Back to top button
error: Content is protected !!