DAHODDHANPUR

ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

તા.૧૭.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ધાનપુરના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય તથા તાલુકા પંચાયત સભ્યઓએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી હતી.આ દરમ્યાન લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળના આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા મહાનુભાવોને પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ, ટીબી રોગ સ્ક્રીનિંગની પ્રક્રિયા તેમજ સ્થળ પર જ એક્સ-રે સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.મહાનુભાવોએ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને અંતરિયાળ વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. મહાનુભાવોએ ઉપસ્થિત નાગરિકોને ટીબી સહિત અન્ય શ્વસન સંબંધિત રોગોના વહેલા નિદાન માટે સમયસર તપાસ કરાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારી આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લઈ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બને તેમજ ગંભીર રોગોને પ્રારંભિક તબક્કે જ ઓળખી સમયસર સારવાર મેળવી શકે. સાથે જ વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને PM-JAY યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.જનકલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોર્ટેબલ એક્સ-રે સહિત વિવિધ આરોગ્ય સેવાઓ, રક્તપિત્ત, સિકલસેલ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસનો લાભ લીધો હતો. શિબિર દરમિયાન કુલ 152 OPD નોંધાઈ હતી. પોર્ટેબલ એક્સ-રે યુનિટ દ્વારા 121 લાભાર્થીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા.PM-JAY હેઠળ 17 આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નમો શ્રી યોજના હેઠળ 7 લાભાર્થીઓનું નોંધણી કાર્ય કરવામાં આવ્યું હતું. ઉપરાંત RBS અંતર્ગત 93 લાભાર્થીઓની તપાસ તથા 93 લાભાર્થીઓના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી.સ્થળ પર જ સ્ક્રીનિંગ અને તપાસની સુવિધા ઉપલબ્ધ થતાં લોકોને ઝડપી, સરળ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ હતી. આ કામગીરી દ્વારા ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગ અંગે જનજાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે, જે “ટીબી મુક્ત ભારત”ના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયક બની રહ્યું છે

Back to top button
error: Content is protected !!