MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રવાપર જૂના ગામમાં રામજી મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબી રવાપર જૂના ગામમાં રામજી મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે રવાપર જૂના ગામમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ૬ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૨૨,૫૦૦ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રવાપર જૂના ગામમાં આવેલા રામજી મંદિર પાછળની શેરીમાં કેટલાક ઇસમો કુંડાળું વળીને જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડતા જુગાર રમતા છ શખ્સો ઝડપાઈ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી  ૬ આરોપીઓની અટકાયત કરી છે: જેમા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ ચાડમીયા (ઉં.વ. ૪૮, રહે. રવાપર ગામ, રામજી મંદિરની બાજુમાં, મોરબી)

લખમણભાઇ વાલજીભાઈ માકાસણા (રહે. રવાપર ઘુનડા રોડ, ચિત્રકુટ સોસાયટી, મોરબી)

તનસુખભાઈ જેમલભાઈ વાછાણી (રહે. રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ, શિવ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૩૦૨, મોરબી)

ભરતભાઈ અખાભાઈ સુથાર (રહે. રવાપર ધુનડા રોડ, શ્રી કૃષ્ણા સોસાયટી, હનુમાનજી મંદિર સામે, મોરબી)

રાકેશભાઈ જીવરાજભાઈ લો (રહે. રવાપર ધુનડા રોડ, ગોલ્ડન માર્કેટ પાછળ, ચિત્રકૂટ સોસાયટી, શેરી નં. ૩, મોરબી)

સંજયભાઈ ચતુરભાઈ કાસુંદ્રા (રહે. રવાપર ધુનડા રોડ, ચિત્રકૂટ સોસાયટી, મોરબી) પોલીસે તમામ આરોપીઓ પાસેથી રૂ. ૨૨,૫૦૦ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. આ તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!