ARAVALLIBHILODAMODASA

ભિલોડા : વાતાવરણમાં પલટો, ભિલોડા વિસ્તારોમાં વરસાદી માહોલ – વીજળી સાથે કેટલાક વિસ્તારમાં પવન ફૂંકાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા : વાતાવરણમાં પલટો, ભિલોડા વિસ્તારોમાં વરસાદી માહોલ – વીજળી સાથે કેટલાક વિસ્તારમાં પવન ફૂંકાયો

અરવલ્લી જિલ્લામાં બુધવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે ભિલોડા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. રાજસ્થાન તરફથી વરસાદી સિસ્ટમના આગમનના કારણે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ભિલોડા નગરમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો. પવનના કારણે કેટલાક સ્થળોએ ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો.છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટનો માહોલ સર્જાયો હતો, ત્યારે વરસાદી ઝાપટાં પડતાં લોકોને રાહતનો અનુભવ થયો હતો. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું. ખેડૂતોમાં પણ વરસાદને લઈને આશા જાગી છે, કારણ કે આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા વચ્ચે ખેતીની તૈયારીઓમાં ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!