ARAVALLIMODASA

અરવલ્લી : માથાસુલિયા પ્રા.શાળાના શિક્ષિકાથી આચાર્ય સહિત સ્ટાફ ત્રાહિમામ,આચાર્યને જાતિવિષયક અપશબ્દો બોલ્યા – DPO ને 2 લાખ આપી દેશે તો DPO કઈ નહીં કરે ઓડિયો ક્લિપ વાયરલ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : માથાસુલિયા પ્રા.શાળાના શિક્ષિકાથી આચાર્ય સહિત સ્ટાફ ત્રાહિમામ,આચાર્યને જાતિવિષયક અપશબ્દો બોલ્યા – DPO ને 2 લાખ આપી દેશે તો DPO કઈ નહીં કરે ઓડિયો ક્લિપ વાયરલ

એસ.એમ.સી અને ગામલોકોએ શિક્ષિકાની બદલી કરવા ડીપીઓને લેખિત રજૂઆત કરી, તાત્કાલિક બદલી નહીં કરો તો લોકશાહી ઢબે આંદોલનની ચીમકી

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના માથાસુલિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ શાળાના આચાર્યને જાતિ વિષયક અપશબ્દો બોલી અન્ય શિક્ષકો સાથે વારંવાર અયોગ્ય વર્તન કરતા એસએમસી કમિટી અને ગામલોકો જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણને ખરાબ અસર ન પડે તે માટે તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવેની લેખિત રજુઆત કરી છે પ્રજ્ઞાબેન નટવરલાલ પટેલ નામની શિક્ષિકા અગાઉ ફરજ બજાવતા ત્રણ આચાર્યો સામે પણ મતભેદ અને વિવાદ થઈ ચૂક્યો છે શિક્ષિકા રાજકીય અને નાણાકીય પીઠબળના લીધે દાદાગીરી અને શિક્ષકો સાથે મનફાવે તેવું વર્તન કરતા હોવાની બૂમો ઉઠી રહી છે

મોડાસા તાલુકાની માથાસુલિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવતા પ્રજ્ઞાબેન પટેલ આચાર્ય સહિત શૈક્ષણિક સ્ટાફ સામે તુમાખી ભર્યું વર્તન કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે શાળાના આચાર્ય કિરીટ વણકરે મહિલા શિક્ષિકા દ્વારા કરાતા અસભ્ય વર્તણૂક અને જાતિ વિષયક અપમાનજનક શબ્દોથી ત્રાહિમામ પોકારી એસએમસી કમિટી અને ગામલોકોને લેખિત રજૂઆત કરી છે જેમાં પ્રજ્ઞાબેન પટેલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ઉશ્કેરણી કરી શાળામાંથી તેમના બાળકોના સર્ટિફિકેટ કાઢી જવા કાન ભંભેરણી કરતા અને આચાર્ય સહિત શૈક્ષણિક સ્ટાફની કામગીરી અને લોકોને ફોન કરી ઉશ્કેરવાનું કામ કરતા હોવાની સાથે ચાલુ શાળાએ ફોન વાપરવાની ન પાડતા આચાર્યને તમારે જે કરવું હોય એ કરી લો કહી દમદાટી આપી અગાઉ રણજીત વણકર નામના આચાર્ય મારી સામે પડ્યો હતો તો એની દશા જોઈ કે કહી ગર્ભિત ધમકીઓ આપતા તેમજ શાળાના નાણાકીય વહેવાર અંગે ગામલોકોને ખોટી રીતે માહિતી આપી રહ્યા હોવાની સાથે શાળામાં નોકરી કરતી શિક્ષિકાઓ સામે શંકાની નજરે જોઈ રહેતા હોવાની લેખિત રજૂઆત કરતા એસએમસી કમિટી અને ગામલોકોમાં શિક્ષિકાના વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે

બીજી તરફ DPO ને અનુલક્ષી એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં આ બેન જો 2 લાખ આપી દેશે તો DPO કઈ નહીં કરે તેવી વાત પણ સામે આવી છે અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જોકે વાયરલ ઓડિયો ક્લિપની અમે પૃષ્ટિ કરતા નથી

Back to top button
error: Content is protected !!