થરા પાલિકા દ્વારા “મહારાણી નાયિકા દેવી ઉધાન” લોકાર્પણ સમારોહની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ…
"મહારાણી નાયિકા દેવી ઉધાન"ના લોકાર્પણ સમારોહ માટે પાલિકા ખાતે ૧૮ મી જૂન ૨૦૨૬ ને ગુરૂવારના રોજ પાલિકા પૂર્વપ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને

થરા પાલિકા દ્વારા “મહારાણી નાયિકા દેવી ઉધાન” લોકાર્પણ સમારોહની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા પાલિકા દ્વારા થરાના ઐતિહાસિક જાગોસર તળાવ ના નવીનીકરણ બાદ “મહારાણી નાયિકા દેવી ઉધાન”ના લોકાર્પણ સમારોહ માટે પાલિકા ખાતે ૧૮ મી જૂન ૨૦૨૬ ને ગુરૂવારના રોજ પાલિકા પૂર્વપ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને CO બાબુભાઈ જોષી, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટર ભુપતભાઇ ગોહિલ, રઘુભાઈ પરમાર,અમરતભાઈ દેસાઈ,પસાભાઈ રાવળ ની ઉપસ્થિતિમા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ માં નગર પાલિકા ને અંદાજે રૂ.૮ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી.આ ગ્રાન્ટ માંથી પૌરાણિક અને ઐતિહાસિક જાગોસર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમા પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નવીની કરણ બાદ મીની- કાંકરિયા જાગોસર તળાવ વિસ્તારમાં હવે અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.જેમાં બાગ-બગીચા,શિવજ઼ી ની પ્રતિમા,સીસીટીવી કેમેરા, બાળકો માટે હીંચકા, રમત- ગમતના સાધનો,મ્યુઝિક સિસ્ટમ અને આકર્ષક લાઇટિંગનો સમાવેશ થાય છે.COબાબુભાઈ જોષીએ જણાવ્યું કે ટૂંક સમય માં આ તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવશે.લોકાર્પણ કાર્યક્રમ આગામી ૨૦ મું જૂન ૨૦૨૬ ને શનિવાર ના રોજ સાંજે ૭.૩૦ કલાકે જાગોસર તળાવ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ વરદહસ્તે “મહારાણી નાયિકા દેવી ઉધાન”નું લોકાર્પણ કરવામાં આવશે.આ પ્રસંગે મુખ્યમહેમાન તરીકે પ્રભારી મંત્રી કમલેશ પટેલ,અતિથિ વિશેષ વન અને પર્યાવરણ ગુજરાત સરકાર મંત્રી પ્રવિણભાઈ માળી,જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે. લોકાર્પણ બાદ રાત્રે લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી સહીત ઉત્તર ગુજરાત ના નામાંકિત લોકગાયકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. થરા નગર પાલિકા દ્વારા કાંકરેજ ઓગડ તાલુકા અને થરાની જનતાને “મીની કાંકરિયા” સમાન જાગોસર તળાવનો નજારો માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 22530





