INTERNATIONAL

અમેરિકા-ઈરાન ડીલ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ક્રેશ જોવા મળ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે અને આ સાથે જ મિડલ ઈસ્ટના તણાવનો પણ ‘The End’ આવી ગયો છે. વિશ્વની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલી ગયો છે, જે કુલ વપરાશના અંદાજે 20% હિસ્સા માટે જવાબદાર છે. એટલે કે, ઓઈલ અને ગેસની સપ્લાય ચેઈનમાં આવી રહેલી અડચણો ધીમે-ધીમે ખતમ થઈ જશે.

બીજી તરફ આ તમામ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ક્રેશ જોવા મળ્યો છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત મે મહિનામાં કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થતી દેખાઈ રહી છે. ટ્રમ્પે શાંતિ વાર્તાના એલાન પહેલા જ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો આવવાનું નિવેદન આપ્યું હતું અને હવે તેમની US-Iran Peace Dealની જાહેરાત બાદથી જ ઓઈલ સસ્તું થઈ રહ્યું છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલની કિંમતો પ્રતિ બેરલ 100-110 ડોલર કે તેનાથી ઉપર ટ્રેડ થઈ રહી હતી, જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ હતો. બ્રિટનથી લઈને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત સુધી આની નકારાત્મક અસર પેટ્રોલ-ડીઝલ અને LPG Price Hike તરીકે જોવા મળી હતી.

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના મે મહિનાના એક નિવેદને ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડાની આશા વધારી દીધી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોતાની એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન બેતાબ છે અને ઓઈલ સસ્તું થશે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઝડપથી ઘટાડો નોંધાશે અને ઈરાન સાથેનું યુદ્ધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની પોસ્ટ પર નજર કરીએ તો તેમણે દાવો કર્યો હતો કે, ઈરાન અમારી સાથે સમજૂતી કરવા માટે બેતાબ છે અને ત્યાં તેલનો મોટો ભંડાર છે, આવું થવા પર ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઈલની ગ્લોબલ કિંમતોમાં ભારે ઘટાડો આવશે. ત્યાં એટલું તેલ છે કે તેની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાશે, તમે ટૂંક સમયમાં જ તેલના ભાવમાં મોટો કડાકો જોશો.’ એ સમયે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરને પાર ચાલી રહી હતી.

ટ્રમ્પની આ પોસ્ટ બાદ બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલે પણ ક્રૂડ ઓઈલની કિંમતોને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું હતું. Emkay Globalએ કહ્યું હતું કે, 2027ના પ્રથમ છ મહિના બાદ કિંમતોમાં કાયમી ઘટાડો આવવો જોઈએ અને નાણાકીય વર્ષના અંત સુધીમાં તેલની કિંમતો ઘટીને પ્રતિ બેરલ 70 ડોલર સુધી પહોંચી શકે છે.

Back to top button
error: Content is protected !!