MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેકર ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ‘વિશ્વ યોગ દિવસ’નો કાર્યક્રમ

 

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેકર ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ‘વિશ્વ યોગ દિવસ’નો કાર્યક્રમ

 

જિલ્લા કક્ષા ઉપરાંત મહાનગરપાલિકા તથા તમામ તાલુકા અને નગરપાલિકા સ્તરે નિયત સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે

૨૧ જૂન ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગાભ્યાસ કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ સાથે જ જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર યોગ સાધનામાં જોડાઈ શકે તે માટે તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ વિશેષ સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ કાર્યક્રમો અંતર્ગત મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ, રવાપર રોડ ખાતે યોજાશે. જ્યારે ટંકારા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ એમ.પી. દોષી હાઈસ્કુલ ખાતે, હળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે, વાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયા નગરપાલિકા અને તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે યોજાશે.

Back to top button
error: Content is protected !!