ધજાળાના ગુદીયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો
રાજકોટ રેન્જ આઇજીની ટીમે સ્થળ પરથી 3 હિટાચી તથા 4 ડમ્પર મળી કુલ રૂ.2,50,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.19/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રાજકોટ રેન્જ આઇજીની ટીમે સ્થળ પરથી 3 હિટાચી તથા 4 ડમ્પર મળી કુલ રૂ.2,50,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પીએસઆઇ પી.એન.મોરી, બી. સી. મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા તે દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે પીએસઆઇ બી.સી.મીયાત્રા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસંગ પરમાર, અતુલભાઇ ડાભી તથા ગોવીંદભાઇ ધાંધળ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુદીયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં કસુરદાર ગભરુ મોગલ ગેરકાયદેસર ખનીજની ચોરી કરતો હોય હકિકત વાળી જગ્યા પરથી હિટાચી મશીન ત્રણ)તમામની કિ.રૂ.૧,૫૦,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે તેમજ ખાલી ડમ્પર ત્રણ જેમાં વાહન નંબર GJ 13 AX 9745 ડ્રાઈવર જસવંતભાઈ કાળુભાઈ કાંજીયા માલિક અરવિંદભાઈ તેજાભાઈ દેસા તથા વાહન નંબર GJ 13 AX 9385 ડ્રાઈવર હાર્દિકભાઈ કાળુભાઈ કાંજીયા માલિક અરવિંદભાઈ તેજાભાઈ દેસાઈ તથા વાહન નંબર GJ 13 AX 8308 ડ્રાઈવર હાજર મળેલ ન હતો તે કબ્જે કરેલ છે અને રોડ ઉપરથી કપચી ભરેલા ડમ્પર એક વાહન નંબર DD 1 X 9356 ડ્રાઇવર પિન્ટુ લક્ષ્મણભાઈ નાયકા માલિક જીગરભાઈ ભુપતભાઈ ખેર નાઓ મળી આવતા ઉપરોકત ચાર ડમ્પરોની કિ.રૂ.૧,૦૦,૦૦,૦૦૦ ગણી કુલ કિ.રૂ.૨,૫૦,૦૦,૦૦૦ નો મુદ્દામાલ સીઝ કરી ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા કસુરદારોને તથા મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.



