ARAVALLIMODASA

અરવલ્લી : પોલીસે ફિલ્મીઢબે દારૂ ભરેલી ટ્રકનો પીછો કરી અધધ 32208 બોટલ જપ્ત કરી,ટ્રક ચાલકને દબોચ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પોલીસે ફિલ્મીઢબે દારૂ ભરેલી ટ્રકનો પીછો કરી અધધ 32208 બોટલ જપ્ત કરી,ટ્રક ચાલકને દબોચ્યો

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-48 પર રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરો ટ્રક-કન્ટેનરમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા સતત પ્રયત્નશીલ રહે છે જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી અને શામળાજી પોલીસે બુટલેગરો પર સતત વોચ રાખી સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રકનો પીછો કરી નાપડા જાગીર ગામ નજીક અટકાવી ટ્રકમાંથી 70.80 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક ખેપિયાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા પીઆઈ એમ.એચ.ઝાલા અને શામળાજી પીઆઇ એસ.એસ.માલ અને તેમની ટીમે બુટલેગરો પર નાકે દમ લાવી દેતા બુટલેગરો એનકેન પ્રકારે વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે ઉદેપુર તરફથી આવતા ટ્રકને પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર અટકાવવાનો પ્રયત્ન કરતા ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક હંકારી મુકતા પોલીસે સરકારી વાહનમાં ટ્રકનો ફિલ્મીઢબે પીછો કરીને.હા.નં-48 પર આવેલ નાપડા જાગીર ગામની સીમમાં પોલીસજીપથી કોર્ડન કરી આડશ ઊભી કરી ટ્રકને અટકાવી ટ્રક-કન્ટેનરની તલાસી લેતા ટ્રકમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ-ક્વાંટરીયા નંગ-32208 કીં.રૂ.70.80 લાખનો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક કરણ સાજા રાડા (રહે,સાજનવાડાનેસ,રાણાવાવ-પોરબંદર) ને ઝડપી પાડી વિદેશી દારૂ,મોબાઈલ, ટ્રક મળી રૂ.80.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન બ્યાવરના બુટલેગર અનિલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!