યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા યાત્રાળુઓ દબાયા,2 યાત્રાળુઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૬.૨૦૨૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર શુક્રવારે મળસ્કે વધુ વરસાદના પગલે પાટીયા પુલ વિસ્તારમાં ઊંચાઈ પરથી મહાકાય શીલાઓ (મોટા પથ્થરો) પગથિયા અને પદયાત્રીઓ પર ઘસી આવવાની દુર્ઘટના મા બે, યાત્રાળુઓના મોત નીપજ્યા છે.જ્યારે દુર્ઘટનામાં અન્ય ચાર યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પાટીયા વિસ્તારમાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.દુર્ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે વહેલી મળસ્કે રાબેતા મુજબ યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે મંદિર તરફ પગપાળા રેવા પથ પરથી ડુંગર તરફ આગળ વધી રહ્યા હતા દરમિયાન ભારે વરસાદ પણ ચાલુ હતો આ સમયગાળા દરમિયાન ડુંગર પર ૧૧૬ મી.મી.એટલે કે ૪.૫ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જ્યારે બનાવો અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવેલી વિગતો મુજબ આ સમયે અમુક યાત્રાળુઓ પાટીયા પુલ નજીક એક પથ્થરની આડાસ લઈને ઊભા હતા તે દરમિયાન ડુંગર પરથી વિશાળ કાઈ મહાશીલાઓ એટલે કે પથ્થરો નીચે તરફ ઢસડાઈ ને પગથિયા તેમજ પદયાત્રીઓ તરફ ધસી આવતા આ દુર્ઘટના ઘટી હોવાનું જણાવાઈ રહ્યું છે.દુર્ઘટના ઘટના પ્રથમ ગ્રામ પંચાયતની ટીમ સરપંચ સહિત ના સ્થાનિક લોકો તેમજ સ્થાનિક વેપારીઓ, રોપ વે ની ટીમ હાથ વગા સાધનોથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે થોડા સમયમાં પાવાગઢ પોલીસ નો કાફલો તેમજ વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવી યુધના ધોરણે પથ્થરોને કાપી બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મહાકાય પથ્થરોની નીચેથી વધુ ઇજાગ્રસ્ત થયેલા બે યાત્રાળુઓના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે મહાકાય શીલાઓ પડવાથી અન્ય ચાર જેટલા યાત્રાળુઓને ઇજાઓ પહોંચી હતી જેઓને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.દુર્ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તળેટી ખાતેથી આવતા યાત્રાળુઓને અટકાવી યાત્રાળુઓ ની સુરક્ષા ના પગલા ભરવામાં આવ્યા હતા.જ્યારે ઇજા પામનાર યાત્રાળુઓમાં પૃથ્વીરાજ ભુપેન્દ્રસિંહ ડાભી.ઉ.વ.૨૮,રહે. જાલભાઈ ની મુવાડી તા. મહેમદાવાદ,મગનભાઈ રમણભાઈ ડાભી ઉ.વ.૪૮, રહે.જાલભાઈ ની મુવાડી તા. મહેમદાવાદ,જય અશોકભાઈ કુંભાડીયા ઉ.વ.૧૬, રહે. કતારગામ,સુરત,જયેશભાઈ ધનજીભાઈ કશ્યપ ઉ.વ.૩૧, રહે. કતારગામ,સુરત હોવાનુ જાણવા મળ્યું હતું જોકે મૃતકો યાત્રાળુઓમાં પ્રવીણસિંહ છત્રસિંહ પરમાર ઉ.વ.૫૨, રહે.લલુપુરા,તા.કઠલાલ અને ગુણવંતસિંહ ભગવાનસિંહ પરમાર ઉ.વ.૪૦,રહે.લલુપુરા.તા. કઠલાલ હોવાનુ જાણવા મળ્યું હતું અને મૃતક યાત્રાળુઓ એક જ પરિવારના હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.જોકે દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ડુંગર પરની યાત્રા અટકાવી તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ ફોરેસ્ટ રેવન્યુ તેમજ પોલીસ ની એક સર્વેલમ સ્ટીમ બનાવી રૂટ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું અને સમગ્ર રૂટ પર ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કરી સંવેદનશીલ જગ્યા ઉપર સઘન તપાસ હાથ ધર્યા બાદ ચાર કલાકની ભારે જહેમદ બાદ યાત્રાના રૂટને રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.જ્યારે સમગ્ર દુર્ઘટનાની તપાસ હલોલ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં માર્ગ અને મકાન વિભાગ પોલીસ ફોરેસ્ટ ની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેમજ આવનારા સમયમાં આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય તે અંગે યોગ્ય આયોજન હાથ ધરવામાં આવશે તેમ જણાવાઈ રહ્યું છે.












