MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા જબલપુર-હીરાપર રોડ પરથી ૭૦૦ લીટર દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ

 

TANKARA:ટંકારા જબલપુર-હીરાપર રોડ પરથી ૭૦૦ લીટર દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ

 

 

ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે જબલપુર-હીરાપર રોડ પરથી લાખો રૂપિયાના દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ. ૪,૪૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઇકો કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે જબલપુર-હીરાપર રોડ પર વોચ ગોઠવીને ઇકો કાર (નંબર-GJ-03-NB-9314) ને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ૭૦૦ લીટર કેફી પ્રવાહી દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. ૧,૪૦,૦૦૦/- આંકવામાં આવી છે.

રાજકોટનો શખ્સ ધરપકડ હેઠળ

પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરી મામલે કાર ચાલક જીજ્ઞેશભાઇ ઉર્ફે દીલીપભાઇ લાખાભાઇ ગોહેલ (ઉંમર વર્ષ ૪૧, રહે. ભગવતીપરા, રાજકોટ) ની અટકાયત કરી છે. પોલીસે દારૂનો જથ્થો, ઇકો કાર તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૪,૪૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પૂછપરછમાં અન્ય ત્રણ શખ્સોના નામ ખૂલ્યા

પકડાયેલા આરોપી જીજ્ઞેશની સઘન પૂછપરછ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોના નામ પણ સામે આવ્યા છે, જેમાં:૧. શામજીભાઇ ઉર્ફે વિજયભાઇ સુખાભાઇ સારલા (રહે. નળખંભા, તા. થાન, જી. સુરેન્દ્રનગર) ૨. દશરથભાઇ ઉર્ફે દસો રમેશભાઇ કણજરીયા (રહે. સામતપર, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ૩. આસીફભાઇ ઇરફાનભાઇ વીકીયા (રહે. સરાયા, તા. ટંકારા) આ મામલે ટંકારા પોલીસે પકડાયેલા આરોપી સહિત તમામ ચારેય શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની ધોરણસરની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!