આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં યોગ દિનની ઉજવણી

20 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં યોગ દિનની ઉજવણી.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વિસનગર ખાતે તારીખ: 20/06/2026, શનિવારના રોજ યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય મહેમાન યોગ ગુરુ તરીકે જાણીતા શ્રી જે.એમ.કન્યાવિધાલય, ઊંઝાના નિવૃત્ત પ્રિન્સીપાલ શ્રી પ્રવિણભાઈ સી. પટેલ હાજર રહ્યા હતા.જેમના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ મિત્રોને યોગ અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી તેમજ યોગ અને પ્રાણાયામ માનવ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. તેની ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. પ્રોગ્રામમાં કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રી આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ.અલકાબેન મેવાડા અને શ્રી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી પ્રો.કાર્તિકભાઈ કડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ સમગ્ર સ્ટાફના સહિયારા પ્રયત્નથી પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.






