MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ પાસા તળે જેલ હવાલે કર્યો

 

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ પાસા તળે જેલ હવાલે કર્યો

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવાના હેતુથી પોલીસ દ્વારા કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત પ્રોહિબિશનના ગુનાઓમાં અવારનવાર સંડોવાયેલા એક રીઢા આરોપી સામે પાસા (PASA) હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી. જેને મંજૂરી મળતાં જ પોલીસે આરોપીની અટકાયત કરી ભાવનગર જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા દારૂના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમ તેજશભાઇ મનુભાઇ વહેરા (રહે. રૂષભ સોસાયટી પાસે, મહાવીર સોસાયટી પ્લોટ નંબર ૫૧, ૫૨, મોરબી-૦૨) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત અન્વયે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી વિરૂદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

વોરંટ ઇસ્યુ થતાં જ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સઘન તપાસ હાથ ધરી આરોપી તેજશભાઇ વહેરાને સત્વરે ઝડપી લીધો હતો.ભાવનગર જેલ હવાલે કરાયો: પાસા એક્ટ હેઠળ અટકાયત કરાયેલા આ આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!