MORBI:મોરબી ખેડૂત આંદોલનને મળ્યું શહેરીજનોનું સમર્થન, આલાપ પાર્ક અને ખોડિયાર પાર્કના રહીશો ખેડૂતોના વહારે આવ્યા




MORBI:મોરબી ખેડૂત આંદોલનને મળ્યું શહેરીજનોનું સમર્થન, આલાપ પાર્ક અને ખોડિયાર પાર્કના રહીશો ખેડૂતોના વહારે આવ્યા

મોરબી જિલ્લામાં ખેતપાક અને હાઈટેન્શન લાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે મોરબી શહેરના સોસાયટી વિસ્તારોમાંથી પણ વ્યાપક અને મજબૂત સમર્થન મળી રહ્યું છે. ‘જય જવાન, જય કિસાન’ ના નારા સાથે મોરબી શહેરની વિવિધ સોસાયટીઓના રહીશો ખેડૂતોના હિતમાં આગળ આવ્યા છે.

મોરબી શહેરની પ્રતિષ્ઠિત સોસાયટીઓના નાગરિકોએ એકઠા થઈને ખેડૂતોની પડખે ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે, જેમાં મુખ્યત્વે:ખોડિયાર પાર્ક ,આલાપ પાર્ક / ન્યુ આલાપ પાર્ક ,પટેલ નગર યોગ્ય વળતર અને ન્યાયની માંગ જેતપર અને તેની આસપાસના અન્ય ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને નિષ્પક્ષ, નિરપેક્ષ અને નિસ્વાર્થ ભાવે સમર્થન જાહેર કરતા મોરબીના શહેરીજનોએ જણાવ્યું હતું કે, વિકાસના નામે પસાર થતી હાઈટેન્શન લાઈનો અને ખેતપાકને થતા નુકસાન સામે કિસાનને યોગ્ય અને સંતોષકારક રાહત વળતર મળવું જ જોઈએ.
શહેરીજનોનો સૂર: “ખેડૂત દેશનો અન્નદાતા છે. સરકાર સમક્ષ અમારી માંગ છે કે આવનારા સમયમાં ખેડૂતોના હિતમાં યોગ્ય અને ત્વરિત નિર્ણય લેવામાં આવે, જેથી કરીને આંદોલન ચલાવી રહેલા કિસાનોને ન્યાય મળી શકે.”આમ, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની આ લડતમાં હવે મોરબીના શહેરીજનો પણ ખભેથી ખભો મિલાવીને જોડાતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ વેગ પકડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.



