MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર વઘાસિયા ટોલનાકે મોડી રાત્રે હંગામો, ટોલટેક્સના વિરોધમાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, પોલીસ દોડી

 

WAKANER:વાંકાનેર વઘાસિયા ટોલનાકે મોડી રાત્રે હંગામો, ટોલટેક્સના વિરોધમાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, પોલીસ દોડી

 

 

વાંકાનેર-કચ્છ નેશનલ હાઈવે પર આવેલું વઘાસિયા ગામનું ટોલનાક ફરી એકવાર વિવાદોના વમળમાં સપડાયું છે. સ્થાનિક ગ્રામજનો પાસેથી વસૂલવામાં આવતા ટોલટેક્સના વિરોધમાં આજે શનિવારે મોડી રાત્રે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ અચાનક જ રસ્તા પર ઉતરી આવી ટોલનાકા પર ચક્કાજામ કરી દેતાં હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી વિગતો મુજબ, વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છને જોડતા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા વઘાસિયા ટોલનાકે સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવતો હોવાથી લોકોમાં લાંબા સમયથી આક્રોશ હતો. આ મુદ્દે આજે શનિવારે રાત્રે મામલો બિચક્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ટોલનાકે એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરી દેતા હાઈવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અડધા કલાકથી વધુ સમય સુધી હાઈવે જામ રહેતા બંને તરફ વાહનોની લાઈનો લાગી ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસના ધાડેધાડા તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે મોરચો સંભાળી લીધો હતો. હાલ પોલીસ તંત્ર દ્વારા ગ્રામજનો અને ટોલનાકાના સત્તાધીશો વચ્ચે સમજાવટથી મામલો થાળે પાડવા અને હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!