હાલોલ:સ્વામી નારાયણ નિષ્ઠા વિધા મંદિર સ્કૂલ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૬
આજે સમગ્ર વિશ્વ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રંગમાં રંગાયું છે.ભારત સહિત વૈશ્વિક સ્તરે 210થી વધુ ભારતીય મિશનોની દેખરેખ હેઠળ આશરે 2500 જેટલા સ્થળો પર ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.આ વર્ષની વિશેષ થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ (healthy aging – સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) રાખવામાં આવી છે, જે શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગના મહત્વને ઉજાગર કરે છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિધા મંદિર સ્કૂલ ખાતે પણ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના વિધાર્થીઓ અને શિક્ષકોએ યોગ કર્યા હતા અને ત્યારબાદ તમામ ને જ્યુસ વિતરણ કરવામાં આવ્યું હતુ જ્યારે આ પ્રસંગે સ્વામી નારાયણ નિષ્ઠા વિધા મંદિર ના સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપદાસ મહારાજ અને સંત શ્રી સંત પ્રસાદ સ્વામી હાજર રહ્યા હતા.











