JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના નેતૃત્વમાં જૂનાગઢ જિલ્લામાં ભાજપનું વિશેષ સંપર્ક અભિયાન બન્યું જનવિશ્વાસનું અભિયાન

મોદી સરકારના ઐતિહાસિક 12 વર્ષ : જૂનાગઢ જિલ્લામાં લોકો વચ્ચે પહોંચ્યું ભાજપનું વિશેષ સંપર્ક અભિયાન

જનતા સાથે સીધો સંવાદ, વિકાસની સીધી વાત : જૂનાગઢમાં ભાજપના સંપર્ક અભિયાનને મળ્યો જંગી પ્રતિસાદ

જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં આજથી ભાજપના પ્રશિક્ષણ વર્ગોનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારના જનકલ્યાણકારી અને વિકાસલક્ષી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિશેષ સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ વ્યાપક જનસંપર્ક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અંગે માહિતી આપતા ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ભાજપ હંમેશા લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓ અને સૂચનોને સાંભળવાની પરંપરા ધરાવે છે. લોકપ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ લોકો વચ્ચે જઈને સીધો સંવાદ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય જનસમર્થન બાદ હવે લોકોની અપેક્ષાઓને વધુ સારી રીતે પૂર્ણ કરવા માટે સંગઠન અને સરકાર બંને સ્તરે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિશેષ સંપર્ક અભિયાન દરમિયાન સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક આગેવાનો, ઉદ્યોગકારો, શિક્ષણવિદો, સહકારી ક્ષેત્રના આગેવાનો સહિત વિવિધ વર્ગોના લોકો સાથે મુલાકાત કરી કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષમાં કરવામાં આવેલા વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ બેંકોના ચેરમેનો, જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, મોરચા-પ્રકોષ્ઠોના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સમાજના વિવિધ વર્ગોમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે.
સંગઠનને વધુ મજબૂત અને કાર્યકર્તાઓને વિચારધારા તેમજ કાર્યપદ્ધતિ અંગે સજ્જ બનાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન પણ સમગ્ર દેશમાં યોજાઈ રહ્યું છે. તેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં 22 જૂનથી 10 જુલાઈ દરમિયાન વિવિધ સ્થળોએ પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપનું આ સંપર્ક અભિયાન સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવા સાથે જનભાવનાઓ અને સૂચનોને જાણવાનો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યું છે, જેનાથી જનસેવા અને વિકાસના કાર્યને વધુ ગતિ મળશે.

Back to top button
error: Content is protected !!