ARAVALLIMEGHRAJMODASA

મેઘરજના પી સી એન હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના પી સી એન હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

આજે વિશ્વભરમાં ઉજવવામાં આવેલા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પી સી એન હાઈસ્કૂલ મેઘરજ ખાતે પણ એક ભવ્ય યોજાયો હતો

યોગ કાર્યક્રમમાં મેઘરજ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર વિભાગના અધિકારીઓ તેમજ તાલુકા વિભાગના વિવિધ કર્મચારીઓ ICDS વિભાગના અધિકારીઓ પોલીસ વિભાગના PI,PSI તેમજ કર્મચારીઓ શાળા બાળકો મેઘરજ ના નાગરિકો સહિતિ અનેક તાલુકા સંગઠન ના પ્રમુખ સહિત કાર્યકરો તેમજ લોકો કાર્યક્રમમાં જોડાયા હતા

કાર્યક્રમમાં પી સી એન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા મેઘરજના અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રી અને માનનીય વડાપ્રધાનના ઉદ્બોધનને લાઇવ પ્રસારણ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ કુલ 200 જેટલા લોકોએ કોમન યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ યોગ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.આ કાર્યક્રમ યોગના મહત્વને પ્રોત્સાહન આપવા તથા સ્વસ્થ અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવા માટેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!