સાઠંબા તાલુકા મથકે સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ
નવનિર્મિત સાઠંબા તાલુકા સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર ખાતે 21’જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.
સવારે 7.30 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને અન્યને પણ જોમ અને ને જુસ્સાથી યોગા અભ્યાસ માં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા
આ વર્ષની થીમ ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ યોગના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સાઠંબા તાલુકાના અધિકારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, સાઠંબા તાલુકા ભાજપના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લઈ યોગને દૈનિક જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. અને યોગ ભગાવે રોગ નું સૂત્ર સાર્થક કરતા બહોળી સંખ્યામાં લોકો પોતાનું યોગદાન આપ્યું હતું
આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરણા મળી હતી ઉપસ્થિત સૌ લોકોમાં યોગ દિવસને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.




