
તા.૨૧.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના દિલ્હી-મુંબઈ કોરિડોર મુદ્દે આગેવાનો અને ગ્રામજનોની બેઠક યોજાઈ
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં છેલ્લા ચાર વર્ષથી કોરિડોરના કારણે ઉભી થયેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન જણાવાયું હતું કે આવતીકાલે સંકલનના અધિકારીઓ અને કોરિડોર હાઇવે ઓથોરિટી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન 14 ગામોના ગ્રામજનો સર્વે દરમિયાન હાજર રહી પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કરશે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે કોરિડોરના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થતાં અનેક ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સર્વે પૂર્ણ થયા બાદ જો લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે અને સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ કોરિડોરની કામગીરી બંધ કરાવવા માટે આગળની રણનીતિ ઘડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી બેઠકમાં અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





