MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

MORBI:મોરબી રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે કબીર ટેકરી વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹૨,૯૯,૩૫૩.૪૬ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કબીર ટેકરી શેરી નંબર-૦૨, મફતીયા પરા, ચાનિયા જમાતખાના પાસે આવેલા એક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ મકાન સાહિલ સીદીકભાઇ ચાનિયા (રહે. વાઘપરા શેરી નં-૧૨, મોરબી) ના કબ્જા ભોગવટાવાળું છે. સાહિલ અને જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા (રહે. પરસોત્તમ ચોક, કાલિકા પ્લોટ, મોરબી) નામના બે શખ્સોએ ભેગા મળીને પાસ પરમીટ વગર વેચાણ કરવાના ઈરાદે આ દારૂનો જથ્થો અહીં સંગ્રહ કર્યો હતો અને તેઓ તેને સગેવગે કરવાની ફિરાકમાં હતા.

બાતમીના આધારે જ્યારે પોલીસે ઉક્ત રહેણાક મકાન પર રેઇડ કરી ત્યારે બંને આરોપીઓ ત્યાં હાજર મળી આવ્યા નહોતા. જો કે, મકાનની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ ML ની ૨૯૫ બોટલો તેમજ ૧૮૦ ML ની ૪૦ બોટલો મળી આવી હતી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ પોલીસે દારૂના આ મોટા જથ્થાના મુખ્ય સૂત્રધાર એવા બંને આરોપીઓ:૧. સાહિલ સીદીકભાઈ ચાનિયા ,૨. જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી ધારા) હેઠળ ગુન્હો નોંધીને તેઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!