JUNAGADHKESHOD

કેશોદના કણેરી ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો કણેરી ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો

કેશોદના કણેરી ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો કણેરી ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો

કેશોદ તાલુકાના કણેરી ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવી લખનભાઈ ભરડાના માર્ગદર્શન અને આયોજન હેઠળ યોજાયેલા આ આરોગ્ય કેમ્પમાં અનુભવી તબીબોની ટીમ દ્વારા વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં કરેણી ગામ ઉપરાંત આસપાસના અનેક ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન દર્દીઓનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત વિવિધ સામાન્ય અને દીર્ઘકાલીન રોગો માટે નિદાન કરવામાં આવ્યું હતું. તબીબોએ દર્દીઓને તેમના આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને અને લોકોને સમયસર સારવાર તથા નિદાન મળી રહે તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજક લખનભાઈ ભરડાએ જણાવ્યું હતું કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય ચકાસણી કરાવી હતી અને નિષ્ણાત ડોક્ટરોની સલાહ મેળવી હતી ગ્રામજનો દ્વારા આવા સેવાકીય અને લોક ઉપયોગી કાર્યક્રમને આવકાર આપવામાં આવ્યો હતો ઉપસ્થિત લોકોએ આયોજકો અને તબીબી ટીમનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પો યોજવાની માંગણી કરી હતી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!