JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢની વેટરિનરી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી

જૂનાગઢની વેટરિનરી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી

વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની યોગ દિવસની થીમ “સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ (Yoga for Healthy Ageing)”ને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત NSS કાર્યક્રમ અધિકારી ડૉ. એસ. વી. માવદીયાના પ્રારંભિક ઉદ્બોધનથી કરવામાં આવી હતી. તેમણે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે સૌને પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ યોગ પ્રશિક્ષક પ્રોફેસર ડૉ.કે.એ.સાદરિયા તથા NSS સ્વયંસેવકો ધ્રુવિતા બારૈયા અને અપેક્ષા દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો અને યોગના મહત્વને આત્મસાત્ કર્યું હતું કાર્યક્રમના અંતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ. ડી. ઓડેદરાએ આભારવિધિ રજૂ કરી હતી. તેમણે કાર્યક્રમના સફળ આયોજન બદલ NSS એકમ, યોગ પ્રશિક્ષકો, સ્વયંસેવકો તથા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!