હાલોલના નવાકુવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત,ટ્રકની અડફેટે 18 વર્ષના બાઇક ચાલક યુવકનું મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૬.૨૦૨૬
હાલોલ તાલુકાના નવાકુવા ચોકડી પાસે રવિવારે સાજના સુમારે પૂર ઝડપે દોડી રહેલી ટ્રક ના ચાલકે બાઈક ચાલક ને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માત માં બાઈક ચાલક 18 વર્ષીય આશાસ્પદ યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર મુકી ભાગી છૂટ્યો હતો.પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત માહતી મુજબ હાલોલ તાલુકાના વાંકડીયા ગામનો જયદીપ શાંતિલાલ રાઠવા ઉંમર વર્ષ ૧૮ ગત રોજ રવિવાર ના સાંજના સમયે નવાકુવા ગામે પોતાની બાઈક લઇ ઘરનું અનાજ દળાવવા માટે ગયો હતો. કામ પતાવી પરત ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન હાલોલ તાલુકાના નવાકુવા ગામ ની ચોકડી પાસે એક બેફામ પૂરઝડપે ગફલત ભર્યું હંકારી રહેલા ટ્રક ના ચાલકે બાઇક સવાર જયદીપ ને અડફેટે લેતા ગામવાર અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલ અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાના કબજાની ટ્રક ઘટના સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો.અકસ્માત સર્જાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત જયદીપ ને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યો હતો.જોકે જયદીપ પુરી સારવાર મળે ન મળે તે પહેલા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. યુવકના મોતની જાણ તેના પરિવારને થતા પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ અંગેની જાણ પાવાગઢ પોલીસને થતા તાત્કાલિક ઘટન સ્થળે પહોંચી ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી મૃતક નું પીએમ કરાવી તેના પરિવાર ને સોંપ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પડેલી ટ્રક ના આધારે ટ્રક ચાલક ની શોધખોળ આદરી હોવાનું જાણવા મળી આવ્યું છે.










