MORBI:મોરબી: શકત શનાળામાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત ૬ પકડાયા




MORBI:મોરબી: શકત શનાળામાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત ૬ પકડાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શકત શનાળા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૫૧,૬૦૦ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે શકત શનાળા ગામે આવેલી સરકારી સ્કૂલની સામે, લીમડાના ઝાડ નીચે કેટલાક લોકો એકઠા થઈને જાહેરમાં હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત જ ઓચિંતો દરોડો પાડી જુગાર રમતા તમામ લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી શકત શનાળા ગામના ૬ આરોપીઓની ધરપકડ કરી છે:નરશીભાઈ ભીખાભાઈ આંબલીયા ,સંજયભાઈ નરશીભાઈ આંબલીયા ,હિરેનભાઇ કાંતિભાઈ સોલંકી ,મુકેશભાઇ અશોકભાઈ ઓગાણીયા ,विશાલભાઈ ભુપતભાઇ ઓગાણીયા ,રાધાબેન રાજેશભાઈ સોલંકી : પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ રૂ. ૫૧,૬૦૦ની રોકડ જપ્ત કરી છે અને તેમની વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




