MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વજેપર વિસ્તારમાં જૂની અદાવતમાં યુવક અને તેના મિત્ર પર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો

 

MORBI:મોરબીના વજેપર વિસ્તારમાં જૂની અદાવતમાં યુવક અને તેના મિત્ર પર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો

 

મોરબીના વજેપર વિસ્તારમાં જૂની અદાવતનો આક્રોશ રાખીને એક યુવક અને તેના મિત્ર પર પાંચ જેટલા શખ્સોએ ભેગા મળીને છરી તેમજ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વજેપર શેરી નંબર-૧૧ માં રહેતા ૧૯ વર્ષીય રોહિતભાઈ જગદીશભાઈ બાંભણીયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રોહિતભાઈના મિત્રને આરોપી જગદીશ સાથે જૂનો ઝગડો ચાલતો હતો. આ મિત્રતા રાખવાની અદાવત અને જૂનો ખાર મનમાં રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.

 

ઘટના દરમિયાન પાંચેય આરોપીઓએ એકસંપ થઈને ગાળો ભાંડી હતી. જેમાં આરોપી જગદીશ અને દીપે રોહિતભાઈને પીઠ (વાસા)ના ભાગે તેમજ સાથળના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જ્યારે આરોપી જયપાલે લાકડાના ધોકા વડે પગમાં ફટકા માર્યા હતા. આ ઉપરાંત આરોપી દીપે રોહિતના મિત્ર વિશાલભાઈને માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ બંને મિત્રોને ઢીકાપાટુનો માર મારી, લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રોહિતભાઈ બાંભણીયાની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નીચે મુજબના પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે:

૧. જગદીશ ઉર્ફે જગો સુરેશભાઈ થરેશા (રહે. વજેપર, મોરબી) ૨. દિપ ગણેશભાઈ રાવલ (રહે. વજેપર, મોરબી) ૩. જીગ્નેશ ભિમાભાઈ (રહે. વજેપર, મોરબી) ૪. જયપાલ ઝાલા (રહે. શિવ સોસાયટી, મોરબી) ૫. સાહિલ મુન્નાભાઈ જાદવ (રહે. કાલિકા પ્લોટ, મોરબી)પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!