MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના ઢુંવા ગામ નજીક કારમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

 

WAKANER:વાંકાનેરના ઢુંવા ગામ નજીક કારમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

 

 

વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીકથી વેગેનાર કારમાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલા એક ઈસમને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કાર અને ૧૦૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ. ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે ઢુંવા ગામ નજીક આવેલા સનકોર ટાઇલ્સના શોરૂમ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી વેગેનાર કાર (નંબર: જીજે-૧૩-સીઈ-૮૬૦૬) ને રોકીને તલાશી લેવામાં આવી હતી.

પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ૨૦ બુંગીયામાં ભરેલો અંદાજે ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ કારચાલક આરોપી સુખાભાઈ સવજીભાઈ અઘારા (રહે. થાન, જિ. સુરેન્દ્રનગર) ની ધરપકડ કરી લીધી હતી.પોલીસે ગેરકાયદેસર દેશી દારૂ અને હેરાફેરીમાં વપરાયેલી વેગેનાર કાર સહિત કુલ રૂ. ૩,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!