MORBI:મોરબી નાની વાવડી ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો




MORBI:મોરબી નાની વાવડી ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

નાની વાવડી ગામ મુકામે જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત મોરબી તથા સમગ્ર શિક્ષા મોરબી દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમ સુરાણી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, કોર્પોરેટરશ્રીઓ તથા અન્ય આગેવાનો અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. નવપ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી. શાળામાં પ્રવેશ મેળવતા બાળકો તથા તેમના વાલીઓએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી. બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ સમજાવતા સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. દરેક બાળક શિક્ષણ સાથે જોડાય અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ.”‘ઉત્સવ બાળકોના સર્વાંગી વિકાસનો’ સૂત્રને સાર્થક કરતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવોમાં આનંદ, ઉત્સાહ અને નવી આશાની લાગણી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




