MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

 

MORBI મોરબી બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

 

 

મોરબી તાલુકાના મોરબી ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા આયોજિત પાંચ દિવસીય મહિલા વૃંદ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ફળ અને શાકભાજી પરિરક્ષણ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં બહેનોને બાગાયતી પાકોમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક માહિતી આપવામાં આવી હતી.તાલીમ દરમિયાન ગુલકંદ, કરમદાનો સ્ક્વોશ, કરમદાનું અથાણું, પપૈયાની ટૂટી-ફ્રૂટી તેમજ લીંબુનું અથાણું જેવી ઘરઆધારિત અને બજારમાં માંગ ધરાવતી વસ્તુઓ બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી. સાથે જ બાગાયત ખાતાની વિવિધ સહાય અને યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રકારની તાલીમ માત્ર રસોઈ કૌશલ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણ તરફ દોરી જતી મહત્વપૂર્ણ પહેલ છે. ઘણી વખત ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી, ત્યારે મૂલ્યવર્ધન દ્વારા પાકમાંથી વધારાની આવક મેળવી શકાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે આવા તાલીમ કાર્યક્રમો ઘરઆધારિત ઉદ્યોગ શરૂ કરવાની નવી તકો ઊભી કરે છે.ફળ અને શાકભાજીના પરિરક્ષણની ટેક્નિક શીખવાથી ખાદ્ય પદાર્થોના બગાડમાં ઘટાડો થાય છે, જ્યારે સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના નવા સ્ત્રોતો પણ સર્જાય છે. સરકારની આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણની વિચારધારાને સાકાર કરવામાં આવા કાર્યક્રમો અસરકારક સાબિત થઈ રહ્યા છે.મહિલાઓ શશક્ત, પરિવાર સમૃદ્ધ અને સમાજ સમૃદ્ધિ તરફ એક સકારાત્મક પગલું બાગાયતી પાકોના મૂલ્યવર્ધન અંગેનું આ તાલીમ અભિયાન મહિલાઓને કૌશલ્ય, આત્મવિશ્વાસ અને આર્થિક સ્વાવલંબન તરફ આગળ ધપાવતું પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.

Back to top button
error: Content is protected !!