વિનય વિદ્યામંદિર થરા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યામંદિર માં મંડળના પ્રમુખ અણદાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ઓગડ તાલુકામામલતદાર કિરણભાઈ ગૌસ્વામી ના મુખ્ય મહેમાન પદે ક

વિનય વિદ્યામંદિર થરા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યામંદિર માં તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત કન્યા કેળવણી અને પ્રગતિનો પ્રવેશ ઉત્સવ-૨૦૨૬ ની ઉજવણી બનાસબેંક એવમ થરા માર્કેટયાર્ડના પુર્વચેરમેન મંડળના પ્રમુખ અણદાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ઓગડ તાલુકામામલતદાર કિરણભાઈ ગૌસ્વામી ના મુખ્ય મહેમાન પદે કરાઈ.શાળામા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને નવિન પ્રવેશ મેળવનાર ધો.-૯/૧૧ ના વિદ્યાર્થીઓને પુસ્તકનો સેટ આપી આવકારવામાં આવ્યા હતા. બ.કાં. જિલ્લા પંચાયત ચેરમેન તેજાભાઈ દેસાઈ, નિરંજનભાઈ ઠક્કર,બ.કાં. જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ ઝેણુભા વાઘેલા, ઓગડ તાલુકા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા,કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વદનસિંહ વાઘેલા, ડામરભાઈ ખરસણ,બ. કાં.જિલ્લા પંચાયત પૂર્વસદસ્ય પુરણસિંહ વાઘેલા, તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર ,ટોટાણા મેડિકલ ઓફિસર ફોરમબેન,સંદીપભાઈ પરમાર, ઉત્કર્ષ મંડળના મંત્રી ભગવાનભાઈ પરમાર,વડા CRC નટુભાઈ કંબોયા,તાણા CRC પંકજભાઈ શર્માએ નવિન પ્રવેશ મેળવતા બાળકોને શિક્ષણ થકી જીવનમાં આગળ વધી પોતાના કુટુંબ અને રાષ્ટ્ર માટે કામ કરીને આગળ વધી જીવનને સાર્થક બનાવવાની વાત કરી હતી.શાળાના ઉત્સાહી આચાર્ય હરેશભાઈ ચૌધરી એ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની જાણકારી આપી હતી.અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એમ.વી. પટેલ,નાથાભાઈ પટેલ, દેવરાજભાઈ પટેલ સહીત શાળાના શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ લિંબાચીયા એ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 22530






