


ફૈઝ ખત્રી…શિનોર
હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર મોહરમ મહિનો ચાલી રહ્યો છે. તે નિમિત્તે વડોદરા જિલ્લાના શિનોર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ છઠ્ઠીની રાત્રે ભવ્ય સવારી યોજાઈ હતી.
મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં મોહરમ પર્વ દરમિયાન છઠ્ઠીના દિવસે રાત્રે સવારીઓ માત્ર બે સ્થળોએ જ નીકળે છે, જેમાં શિનોર અને ખંભાતનો સમાવેશ થાય છે. આ બંને સ્થળોએ છઠ્ઠીના દિવસે રાત્રે પરંપરાગત સવારી નીકળવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
સવારી દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેમજ અન્ય સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક શ્રદ્ધા, ભાઈચારો અને શાંતિના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
કોઈ અનિશ્ચનીય બનાવના બને તેની તકેદારીના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.




